આજે સવારે ઉઠીને ડાયરીનાં પાનાં ખોલ્યાં..
અરે આ શું???
કેટલીય લાગણીઓને શબ્દદેહ આપીને
સંકેલીને મૂકી હતી આ ડાયરીમાં સાચવીને,
જોયું તો ક્યાંક ક્યાંક આખે આખું પાન
સાવ કોરું કોરું થઇ ગયું હતું.......
શબ્દો સહેલાણી બનીને મહાલવા નીકળ્યા હતાં
કૈંક આમ દીઠા મેઁ એમને....
કોઇને જોયાં મેઁ વૃક્ષની ડાળી પર બેઠેલા,
કોઇ તો બેઠા'તા પાંદડા પર ઝાકળ બનીને,
કોઇ ફૂલ પર બેઠા હતા ભમરો બની
કોઇ સૂકા પાંદડા પર સવાર થઇ હવા સાથે વહેતા હતાં....
કોઇ સુંદર દિલકશ ચહેરા પર તલ બનીને નિખર્યા હતા,
કોઇ માશુકાની કામણગારી આંખોમાં કાજળ બની કેદ હતા,
કોઇ દિલની ઉમંગોની નદીનાં વહેણ સાથે વહેતા હતા,
કોઇ ઇશ્કનાં દરિયામાં ડૂબી ગયા હતા......
ખુશ હતાં સૌ તેથી તેમને ત્યાં જ રહેવા દીધાં,
હવે કોરા બનેલા પાનાંઓ પર તસ્વીરો લગાવી છે...
જે નરી આંખે દેખાતી નથી પણ.......
પણ સ્મૃતિઓમાં શણગારી છે,કંડારી છે........
Sunday, November 23, 2008
આજે સવારે ઉઠીને ડાયરીનાં પાનાં ખોલ્યાં..
Subscribe to:
Post Comments (Atom)
પૂરાલેખ / અર્કાઇવ
લિપ્યાંતરણ
ઉપયોગી કડીઓ
- http://beshak.blogspot.com
- તોરણ
No comments:
Post a Comment