Saturday, November 22, 2008

એ બાળપણ પાછું આપ......


એક બાળપણ રમતું'તું એક સ્મિતમાં,
સ્મિત શોભતું હતું બોખલા મોંનું એ
આગળ આવેલી બે નાની શી દંતૂડીથી,
ખિલખિલાટ ઝીણી આંખો કરી જીવતર ભરી ગયો.......

ડગમગતાં હતાં એ પગલાં અને ભોં પર પછડાતાં,
હામ હૈયે હારે ન કદી ફરી ઊભા થઇ મંડે ચાલવા,
એને તો શું ધૂળ ને શું શીરો કોઇ ફરક નથી,
બેઉને નિ:સ્પૃહ થઇ ખોબલે ભરી મોંમાં પધરાવવા......

ગમે જે કામ મુક્ત મને હસી લેવું
ન ગમે કશું તો ભેંકડો તાણી રડી લેવું..
વાગવાનો ભય નથી એને કશો પણ
મન થાય ત્યાંથી કૂદી લેવું.........

એ ભગવાન! એક મારી અરજ એટલી સાંભળ,
જ્યારે બધાં ઘરની બહાર જાય ક્યારેક
તો બસ થોડીક ક્ષણો માટે પણ મને
હંસતુ-ખેલતું-રડતું એ બાળપણ પાછું આપ......

પ્રેરણા પીયૂષ.....

વીતેલી પળો ક્યારેય પલટીને પાછી આવતી નથી...
તો પછી એને સંભારીને આજની શ્રેષ્ઠ ક્ષણો વેડફવી નથી.......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ