Thursday, November 20, 2008

એની લાલ રંગની નિશાનીઓ છે.



૧.તમારા પગલાં જ્યાં જ્યાં પડ્યાં છે,
ત્યાં ત્યાં એની લાલ રંગની નિશાનીઓ છે.
મારા તૂટેલા દિલની ઝીણી કરચોએ
તમારી પાનીમાં પણ ઊંડા ઘાવ કર્યા છે કદાચ....


૨.અંતરની પ્રીતનાં અજવાળાનું નૂર હોય છે અનોખું,
એ સાત પડળ મનનાં તોડીને ચહેરાને ચમકાવી જાય છે.
તૂટે છે તાર જ્યારે પ્રેમનાંએ સૂર વહાવતી સિતારનાં
લાખ હોઠ હસતા રહે,આંખોનાં એ આંસુ સઘળું કહી જાય છે.......

પ્રેરણા પીયૂષ......

કાળા વાદળાનું અંધારું સૂરજના પ્રકાશનું મહત્વ સમજાવવા જ આવતું હોય છે..
જીવનનાં સહુ રંગોને સમરુપ રહીને સ્વીકારતાં જીવન હળવુંફૂલ બને છે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ