વરસો પછી એક દિ' વતનમાં પગ દીધો,
જૂની ગલીઓ એ જ હતી...
જૂનાં કમાડનાં રંગ નવા હતાં,
પણ લોકોનાં હૈયે ઉમળકો એ જ જૂનો હતો.....
હંસતા એ જ જૂના ચહેરા હતાં,
વૃધ્ધત્વની રેખાઓ અંકાયેલા........
એક ગલીમાં નજર કોઇને શોધી રહી હતી,
વળી વળીને જોયાં એ બંધ ડેલીનાં કમાડ......
પગલાં શોધ્યા જો મળે ત્યાંની ધૂળમાં!!
હજીય આશા જીવંત કે કદાચ બારીએ ડોકાય.....
હૈયું જ્યારે હાથ ન રહ્યું ત્યારે દીધો એક સાદ,
ખુલ્યા સામેનાં બંધ કમાડ,
સામી ભીંતે તમારી છબી પર હાર સુખડનો હતો....
રોતી માંના આંસુએ જણાવી એક દાસ્તાન,
કોકનાં પ્રેમમાં બીજે ન વરી ને વખ ઘોળી લીધાં.........
No comments:
Post a Comment