Thursday, November 6, 2008

હું ગોપા દેસાઇ.


હું ગોપા દેસાઇ.
હું અત્યારે લલિતકલા અકાદમી તરફથી મને મળેલી પ્રથમ પુરસ્કાર સ્વીકારવા એક ખાસ સમારંભમાં જઇ રહી છું. આ ભીંત પરનું આ ચિત્ર મારી જીંદગી સાથે અભિન્નપણે જોડાયેલું છે. બે વર્ષ પહેલાં હું અનિલને આ ચિત્રની સામે જ મળી.તેણે ખરીદેલું આ ચિત્ર મને ખૂબ જ ગમી ગયેલું. એક સ્ત્રી જેને પોતાના કોઇકની પ્રતીક્ષા છે. બે હાથ વ્હીલચેર પર ટેકવીને હું એકીટશે ચિત્ર નિહાળી રહી હતી અને અનિલ મને...
અઢી વર્ષ પહેલાં એક કાર અકસ્માતમાં મારા માતા-પિતા-ભાઇને ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતા. મારા બેઉ પગ કપાઇ ગયા.ત્યારથી આ વ્હીલચેર જ મારા પગ છે. અચાનક અનિલે એ વખતે મારા હાથમાં બ્રશ,પેઇન્ટ અને કેનવાસ પકડાવી દીધા.એ મારા જીવનપથ પર અજવાળું પાથરતો ગયો અને હું ચિત્રકળામાં નવા સોપાનો સર કરવા માંડી.તે મારી પ્રેરણા બની ગયો. અમારો સાથ કેનવાસ પરથી સરકીને અમારા જીવનમાં પણ ક્યારે રંગ ભરવા માંડ્યો એનાથી અમે બેઉ બેખબર હતા....
મને એ પ્રેમનો અહેસાસ જ્યારે થયો અને હવે મારું મન ડંખતું હતું. હું અપંગ હતી અને મારે અનિલની જીંદગીમાં પ્રવેશવું ન જોઇએ એ નિર્ધાર સાથે મેં મુંબઇ છોડી દીધું. અનિલે મારી શોધખોળ સતત ચાલુ રાખી....
આખરે આ પ્રદર્શનના આયોજકો પાસેથી મારું સરનામું લઇને એ મારી પાસે ફરી આવી પહોંચ્યો ક્યારેય પાછો ન જવા માટે........

માટે જ મારા માટે આ માત્ર ચિત્ર જ નથી પણ કેનવાસ પર લખાયેલી મારી જીંદગીની તસવીર છે.....
કાલે મારા લગ્ન છે અનિલ સાથે. મને આશીર્વાદ આપશો ને??????????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ