Wednesday, November 5, 2008

અણજાણ રસ્તાઓ પર ચાલવા નીકળી જઉં છું.....

જાણીતા ચહેરાઓ અકળાવે છે
ત્યારે એકાંતના મેળામાં ખોવાઇ જાઉં છું....
જૂના ચહેરાઓની ભીડમાં
નથી મળતાં નવા સ્વપ્નો ત્યારે
અણજાણ રસ્તાઓ પર ચાલવા નીકળી જઉં છું.....

થોડા પથ્થર,થોડા કાંટા,
થોડા પક્ષીઓ, થોડા પતંગિયા,
થોડા ખીલતાં ફૂલ, થોડા સૂકા પાન,
આ બધા મને મળી જાય છે વાતો કરવા ત્યાં......

એમની વાતોમાં એવો તો ખોવાઇ જાઉં છું
કે દિવસ આથમી જાય છે ને ચંદ્ર ઉગી જાય છે....
ખાલી ખાલી મારું મન ભરાઇ જાય છે
ને ફરી મળવાનો આ રીતે મળવાનો વાયદો કરતું જાય છે....

એક હસતું ફૂલ,એક પથ્થર, એક સૂકું પાન,
એક કાંટાનો ડંખ સાથે લઇ પરત ફરું છું.........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ