Monday, November 3, 2008

નવલા વર્ષનાં નવલા પ્રભાતે




એક સુંદર સ્વપ્ન પૂરું થયું,
અને ઊગ્યું એક પ્રભાત.......

સોનેરી કિરણો વેરતી
હસી ઊઠી એક સવાર.....

પંખીઓ છોડીને નીડ
નવી સફરે વહેવા લાગ્યા......

દૂર સુદૂર મંદિરમાં મધુર
આરતીના સૂર ગૂંજવા લાગ્યા......

દિલ આખું ખાલી હતું
ખુશીથી એ ઉભરાવા લાગ્યું.......

ગુજરી રાત ઉદાસીને લઇને વહી ગઇ
નવા લહેરાતા ઉત્સાહનાં મોજા છલકાવી ગઇ......

નવલા વર્ષનાં નવલા પ્રભાતે,

વિદાય થતી રાત્રીનાં વહેતા પ્રહર
પાંપણ પર નવા સોણલાં મૂકતાં ગયાં..........

પ્રેરણા પીયૂષ..........

શુભમાં શ્રધ્ધાનું ભાથું જીવનપર્યંત ખૂટશે નહીં.........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ