Sunday, October 26, 2008

અમાસની અજવાળી કહીએ....



દીપમાળામાં ઝગમગતાં આ રાતની રોશનીને,
અમાસની અજવાળી કહીએ....

એક દીપક ટોડલે મૂકીએ, બીજો મનમંદિરમાં,
આંગણ ઘરનું,આંગણ મનનું બેઉને અજવાળીએ,
ચલો આ અમાસની રાતને દીપકથી અજવાળીએ......

લાલ, પીળા, લીલા, ભૂરા રંગોને રંગોળીમાં સજાવીએ,
આંગણ આપણું શોભા બને એ સોણલાંને સજાવીએ,
ચલો આંગણાને પ્રેમ અને સદભાવનાં રંગોથી શણગારીએ...........

મીઠાશ મિઠાઇની જીભ પર નહીં અંતરમાં વસાવીએ,
કોઇની આંખને અશ્રુની નહીં હોઠને હાસ્યની ભેટ આપીએ,
ચલો આજે અંતરમાંના માહ્યલાને જગાડીએ.......

ભય- પ્રમાદ- આળસ- ઇર્ષ્યા શત્રુ ઊભા છે આંગણે,
ચલો ફટાકડાંના અવાજ કરીને એને બીવડાવીએ,
ચલો એ બધાને આજે જીવનમાંથી દૂર ભગાવીએ.........

દિપમાળાથી રાતને,પ્રકાશના ઉજાસથી અંતર શણગારીએ,
મનની મીઠાશમાં, માનવતાના અંતર ઓગાળીએ,
ચલો આ દિવાળીને ભવ્ય બનાવીએ.............


પ્રેરણા પીયૂષ......

અંતરના અંધકારને ઉલેચવાનું પર્વ છે,
માનવતાના દીવડે આ દુનિયાને અજવાળી દો......



No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ