Friday, October 24, 2008

હું જ તું બનીને ચાલ આ દિવાળીને ઉજવું છું.............

ઓ દાદીમા,
તું આ દિવાળીએ મને બહુ યાદ આવીશ...!!!!!!


રંગોળીનાં રંગોમાં, ફટાકડાની લૂમોમાં,
ઘૂઘરાની મીઠાશમાં,મઠિયાની તીખાશમાં,
ચકરીનાં વળાંકોમાં,મગસની પીળાશમાં,
ગલગોટાનાં તોરણમાં,મંદિરની પૂજામાં......

તારી સંગે જોયા હતાં બચપણમાં આ રંગોને
હવે ન જાણે બાવરું મન કેમ શોધે રે...??
વહી ગયા એ દિવસો ફરી નહીં આવે....
એ પણ મનમાં હું સમજું છું..........

ચાલ હવે તારા જેવી જ દિવાળી હું પણ સર્જું છું...
થોડા રંગો લાવ્યા ને રંગોથી ભર્યું આંગણું,
ઘૂઘરા, મઠિયા,ચકરી,મગસથી ભર્યો આ તાસ....
ગલગોટાથી શણગારી છે ઘરની બારસાખ,
પૂજા-અર્ચના-આરતીથી મન મંદિરમાંય ઉજાસ....
ચાલ હવે હું...
હું જ તું બનીને ચાલ આ દિવાળીને ઉજવું છું.............

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ