Wednesday, October 22, 2008

એક મીઠી ઠંડી હવાની લહેરખી

= ક્યારેક તમને કહીને કશું દિલને હળવું કરવું'તું,
પણ કશું કહી શકું એ પહેલાં તમે જતા રહ્યા...
દુનિયાના આ મેળામાં અહર્નિશ શોધતી રહી આંખો તમને,
પણ તમે તો સીધા મારા જનાજામાં જ સામેલ થયાં........

= તારી આંખોના દરિયામાં ડૂબ્યો ને ખારું જળ મને મળ્યું,
તારી દિલમાં છબી રાખી ને ફૂટેલી તસવીરનો કાચ વાગ્યો,
કહેતા હતા સહુ મને,ઇશ્કનો મારગ તો છે અગનઝાળનો,
પણ એ અગનમાં નાહીને હું શીતળ શીતળ બની ગયો..........

પ્રેરણા પીયૂષ.......

સવારે ભગવાનને આકાશ સામે જોઇને "હેલો" કહી જુવો....
એક મીઠી ઠંડી હવાની લહેરખી તમારા ચહેરાને સ્પર્શ કરીને જતી રહેશે.......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ