Monday, October 20, 2008

અંદેશો થયો ...

જીવનપથ પર ચાલતા આ ચરણોને
અંદેશો થયો સહજ કે કોઇ આવે છે પાછળ .....

થોડાંક ડગલાં ચાલીને થોભીને જોયું ક્ષણભર,
પાછું વળીને જોયું ,નીરવતા હતી,
પણ ધૂળ પર દેખાતી આ તાજા પગલાંની છાપ !!!
કોની હશે ? એ કુતૂહલ થાય છે..........

મારા સુખમાં, મારા દુ:ખમાં,
મારા હાસ્યમાં, મારા અશ્રુમાં,
એ પગલાંની છાપ જોઇ છે અહર્નિશ,
બસ હવે જાણું એટલું જ કે..........

તું જે છે,તું જ્યાં છે,તું જેવો છે,
તું જ મારો સાથ છે, તું જ મારી હાશ...છે.
શું કહું તને ઓ મારા પ્રિય સખા,
ખોળિયું ભલે આ મારું રહ્યું, તું જ પ્રાણ મારો છે............


પ્રેરણા પીયૂષ.........

આપણા દોરેલા નકશા પર જીંદગીને જો ચાલતા ન ફાવે તો તેના નકશા પર ચાલો .....
કદાચ સફળતા ત્યાં તમારી રાહ જોતી ઉભી હોય.........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ