Friday, October 17, 2008

બસ રાતને રોકી લઉં

= વીતેલી પળોને સ્મૃતિની ગલીઓમાં મળ્યો તો હસી ઉઠ્યો,
બંધનો હતાં જગતનાં બધાં તેથી તમને મળી ન શક્યો....
તમને સપનામાં મળીને જ બધી વાતો કરી આવ્યો,
હવે એક જ હસરત બાકી છે મનમાં કે,
બસ રાતને રોકી લઉં ને સૂરજને ઉગવા જ ન દઉં........

=આજે વાદળોને મેં ઉડતાં જોયાં પવનની સંગાથે,
નાચતાં હતાં કૂદતાં હતાં પાંખો પહેરીને કાળી કાળી,
યાદ આવ્યું અચાનક એક વાદળને સમુદ્રમાં ઉછળવું,
અને સાગરની તોફાની લહેરોને યાદ કરીને એ રડી પડ્યું........

પ્રેરણા પીયૂષ..........

એકાંતને જીરવી જાણો , પોતાની જાત સાથે ઓળખાણ કરી લો ,
પોતાની જાત સાથે મિત્રતા સાધી લો ,પછી દુનિયા બદલાયેલી લાગશે જ........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ