= તમને પુષ્પની કળીઓમાં શોધતાં હતાં,
તેની સુગંધે મદહોશ બનાવી દીધાં હતાં,
સ્પર્શની એ સુંવાળપ હતી રેશમી,
કે ઝુલ્ફોની એ ઘટામાં અમે હોશ ખોઇ બેઠા હતાં........
=તમારા પત્રની રાહ રહેતી મને સદા,
તમારી આંખોની ભાષા સમજી ન શક્યો કદી,
તમે નયનો પર પ્રતીક્ષાની ઝાલર બાંધીને બેસી રહ્યા,
ને હું પત્રની પ્રતીક્ષા વ્યર્થ કરીને જતો રહ્યો.......
પ્રેરણા પીયૂષ.......
એકાંતની પળોનો તમે કેવી રીતે કરી શકો છો
તેના પર તમારા ચારિત્ર્યનું અને જીવનની દિશાનું નિર્માણ શક્ય બને છે...
No comments:
Post a Comment