Sunday, September 21, 2008

યોર ચોઇસ.કોમ

મુંબઇથી ભોળાભાઇ પટેલનો પરિવાર નવોસવો અહીં બે મહિનાથી નોકરીમાં બદલી થતાં વડોદરા આવ્યો હતો.હરણીરોડ પર આવેલી સંગમ સોસાયટીમાં ભાડાના મકાનમાં તેઓ તેમની એકમાત્ર પુત્રી રત્ના સાથે રહેતા હતાં. મુંબઇથી રત્ના હજી ગઇકાલે જ આવી હતી.મુંબઇની ભાગદોડભરી જીંદગીની મોકળાશને માણવા નાહ્યા પછી ટુવાલ સૂકવવા અગાશી પર ગઇ. તે વડોદરાની હવાને શ્વાસમાં ભરી રહી હતી ત્યારે સામેના બંગલામાં રહેતો મેહુલ તેને ટીકીટીકીને જોઇ રહ્યો હતો. મેહુલની સાથે તેની નજર મળતાં જ શરમનાં માર્યા તે નીચે ભાગી ગઇ પણ મેહુલના દિલમાં સદાને માટે વસી ગઇ.

પછી તો બસસ્ટેન્ડ, કોલેજમાં, બોમ્બે પાંઉભાજીની રેંકડી પર, સોસાયટીના નાકે સામસામે આવી તો જતાં પણ નજરની વાત હોઠો પર ક્યારેય આવી શકી નહીં. એક દિવસ મેહુલનાં મમ્મી રત્નાને ઘેર આવ્યા. તેમણે જણાવ્યું કે મેહુલ આવતાં મહિને વધુ અભ્યાસ માટે અમેરિકા જઇ રહ્યો છે અને પછી ત્યાં જ તેના મોટાભાઇ સાથે ગોઠવાઇ જશે. અમે બધા પણ હવે છએક મહિનામાં જ અમેરિકા જતાં રહીશું.

હજી ગઇકાલે જ લખેલ મેહુલનાં પ્રેમપત્રના પ્રત્યુત્તરને રત્નાએ ફાડી નાખ્યો.જુદાઇને જ પ્રારબ્ધ ગણીને બેઉ જણે પોતાના પ્રેમને હૈયાનાં ઊંડાણમાં ધરબી દીધો. રત્નાએ પોતાનું સમગ્ર ધ્યાન હવે અભ્યાસમાં જ લગાવી દીધું. સાઇકોલોજીમાં પી.એચ.ડી. કર્યું. વધુ અભ્યાસ માટે યુનિવર્સીટીમાંથી સ્કોલરશીપ મળતાં તે જર્મની જતી રહી. પાંચ વર્ષ બાદ તે પાછી આવી. પિતાજીએ ઇન્ટરનેટની વિવાહસંબંધિત વેબસાઇટ પરથી એક મુરતિયાને પોતાની દીકરી માટે પસંદ કરી લીધો. ઇ-મેઇલ પર તેના વિશે સમગ્ર માહિતી મંગાવી અને પોતાની દીકરીની માહિતી આપી. જ્યારે તેનો ફોટો રત્નાને દેખાડ્યો ત્યારે રત્ના ખુશીથી ઝૂમી ઉઠી....

બે વિરહી પ્રેમીઓ મેહુલ અને રત્નાના પુનર્મિલનમાં યોર ચોઇસ.કોમ વેબસાઇટ નિમિત્ત બની હતી.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ