Thursday, September 4, 2008

પણ હૈયામાં તસ્વીર મારી હતી.......

= આંખમાં આંસુ હતા ત્યારે તું રુમાલ બનીને આવ્યો હતો,
વિષાદનાં સાગરમાં ડૂબ્યો હતો ત્યારે નાવ બનીને આવ્યો હતો...
એકલો પડી ગયો જ્યારે, સંગાથ બનીને આવ્યો હતો,
આ દિલમાં માલિક બનીને રહી ગયો તું તો માત્ર મહેમાન બનીને આવ્યો હતો.....

= અણજાણ આંખોની એ ચમક એક ઓળખાણ હતી,
ક્યાંય નહોતી આસપાસ પણ મારી હયાતીનો એહસાસ હતી....

=જંગમાં જીતી જવાની હંમેશા ખ્વાહિશ રહી હતી મારી,
બસ આ એક પ્રેમ જ એવો હતો તેની જંગમાં ખુદને હારી ગયો...
હારનો ક્યારેય રંજ નહોતો પણ તમારી જીતની ખુશી હતી,
હાથ ભલે તમારો બીજાના હાથમાં જતો રહ્યો પણ હૈયામાં તસ્વીર મારી હતી.......

પ્રેરણા પીયૂષ......

જીતની એક જ ચાવી -લક્ષ્ય તરફ સતત પરિશ્રમ.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ