Tuesday, September 2, 2008

તો ય રેતી હું કોરી કોરી..........

મારે રેતીનાં કણ થાવું છે,
ભીતરને અક્ષુણ્ણ રાખવું છે,
પણ બાહરે ભીંજાવું છે....
સાગરનાં ઉછળતા મોજાને
મારા પટમાં સંતાડવા છે.....
નાળિયેરીનાં મૂળને સીંચીને મીઠું થાવું છે....

સાગર મને રોજ આવીને કાનમાં કઇંક કહે છે...
મને થોડા શંખલા-છીપલાં રમવા આપે છે....
એના સાથ માટે હું પણ બે ડગ માંડું છું...
ત્યાં તો બીજી લહેર આવીને સાહિલ પર મૂકી જાય છે.....

તું જ ભીંજાયેલો છે સાગર,
પણ છે ઘણો રે સ્વાર્થી,
તારાં બિંદુને કોઇ પામે નહીં
એટલે સ્તો તું રહે ખારો ખારો......

તારા અને મારા પ્રેમની ગાથા,
ભલે ન સાંભળે કે કહે કોઇ....
તો ય એ અમર રહેશે હંમેશ....
તારો ભીનો ભીનો સાથ તો ય રેતી હું કોરી કોરી..........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ