Monday, August 18, 2008

કારણ કે.........

તમે મને મૈત્રીને લાયક ન સમજ્યા,
કોઇ નિરાશા મને થઇ નહીં,.....

કારણ કે ,
પળભર માટે તમે મારા માટે વિચાર્યું,
પળભર માટે મને તમારા ચિત્તમાં રાખ્યો,
પળભર માટે મને મૈત્રીને ત્રાજવે તોળ્યો,
પળભરમાં મને ગેરલાયક પણ ભલે ઠેરવ્યો......

આ પળો મને જીવાડી ગઇ,
આ પળો મારા મનમાં છવાઇ ગઇ,
આ પળો હંમેશા માટે મારા દિલમાં અંકાઇ ગઇ,
આ પળો અણમોલ સંભારણું બની ગઇ .....

કારણ કે,
પામી જવું એ જ તો માત્ર પ્રેમ નથી,
ક્યારેક સર્વસ્વ હારી જવું એને પણ પ્રેમ જ કહે છે....

અને આવો પ્રેમ હારીને પણ જીતી જાય છે......

પ્રેરણા પીયૂષ.....

વિસામાનો થાક ક્યારેક વસમો હોય છે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ