Thursday, August 7, 2008

હાઇકુ...

સાગર ઉડે
મારા ઘર ઉપર,
વાદળ બની..
===========
કોયલ રડી,
ભર વૈશાખે ત્યારે,
ટહુકો બન્યો.
============
થોભી જા પળ,
અંતિમ મિલન આ
હજી છે બાકી….
============
તારલા હસ્યા
નહોતો આવ્યો ચંદ્ર,
રિસાયો હતો.
============
ભ્રમર નાચે,
ફૂલો હસી ઉઠે છે,
વસંત આવી !!
============
નિરાશ નથી,
જીતવાનું છે મારે,
પ્રેમમાં હારી...
===========

પ્રેરણા પીયૂષ....

ચાલો આજનો દિવસ કોઇ પણ પ્રવૃત્તિ નથી કરવી...
આમ વિચારશો તે દિવસે જરુર કૈંક નવું બન્યું જ હશે તમારા જીવનમાં....

1 comment:

નટવર મહેતા said...

સરસ હાઇકુઓ છે.

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ