Sunday, August 10, 2008

જીવવાનું જ વિસરી ગયો હું તો વર્તમાને...!!!

આશા, ઇચ્છા, સપનાં સઘળાં સૌને જાણ્યાં,
ક્યાં દીઠો કોઇ એવો કે જેણે સૌને માણ્યાં??

અદીઠની આકાંક્ષા કર્યા કરે છે હર કોઇ,
કોઇ અણધારી ખુશીને આવકાર્યા વગર..!!

ભવિષ્યની પાંખે ઉડે છે સહુ કોઇ,
વર્તમાનમાં ડગલાં માંડ્યા વગર...

ભૂતકાળ તો સ્મૃતિમાંથી ખસતો જ નથી,
વાતો વાગોળવા છતાંય ખૂટતી જ નથી....

બસ, એક જ ભૂલ દોહરાવી મેં જીંદગીભર,
જીવવાનું જ વિસરી ગયો હું તો વર્તમાને...!!!

પ્રેરણા પીયૂષ....

જીંદગીની કસોટીનાં કોઇ ગુણાંક નથી હોતા....
કોઇ તમને દિલથી યાદ કરે તો સમજી લેજો કે તમે પાસ થયા....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ