Saturday, July 19, 2008

આંખોનું અમી ......!!!

આકાશ ઓગળવા માંડે છે,
ત્યારે વરસાદ બનીને વરસે છે....

ખુશીઓ જ્યારે અઢળક મળે છે,
આંખોમાંથી અશ્રુ બનીને વરસે છે...

કઇંક અણગમો જ્યારે ચરમ બને છે,
નફરત બનીને તરસે છે....

જ્યારે કોઇનું આગમન ઇચ્છે છે મન,
રાહને તાકતું આંખોમાં પ્રતીક્ષા બનીને વસે છે....

ધરતીને જ્યારે કઇંક કહેવાનું મન થાય છે,
ફૂલની ફોરમ બનીને હવાએ પ્રસરે છે.....

ઈશ્વરને જ્યારે પ્રગટવું હોય છે,
માંની આંખોનું અમી બનીને હાથથી મને સ્પર્શે છે.....

પ્રેરણા પીયૂષ........

આજે મેં આયનો જોયો પ્રતિબિંબ જોયું ,હું એમાં હસતી હતી...
હું ખુશ દેખાતી હતી, કારણકે હું ખુશ રહેવા ઇચ્છું છું.........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ