Friday, August 1, 2008

એ તો કેટલાં સપનાં લાવ્યો!!!

જુઓ આ સમીરનો રથ આવ્યો,
રથમાં બેસીને જોને,
એ તો કેટલાં સપનાં લાવ્યો!!!
ચાલને એ બધાં સંતાડી દઇએ........

આંખોનાં ઊંડાણમાં એને મૂકીને,
ઉપર પાંપણનાં પડદાને ઢાંકી દઇએ!!
પછી એ સપનાંની એક માળા કરીશું...
પહેરીને ગળામાં પ્રતિબિંબ આયનામાં નીરખીશું!!!!!

સમીર પોતાનો રથ ખાલી જોશે તો ?
ના..ના..એ તો મારી માટે જ લાવેલો સપનાં...
એ સૂરજના અજવાળે એની સાથે જાશે,..
રાતનાં પાલવમાંથી મારે માટે બીજા સપનાં ગોતી લાવશે.........
પ્રેરણા પીયૂષ......

ગમતું કાર્ય કરીને સફળતા મેળવવી એ સહજ છે ,
પણ વિપરીત પરિસ્થિતિમાં પણ અણગમતું કામ કરીને સફળતા મેળવવાનો આનંદ અનોખો જ રહેશે...
ક્યારેક અજમાવી જોજો..........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ