Wednesday, July 30, 2008

મારા ઘરનાં દરવાજા ...!!!

= જ્યારે આદત પડી ગઇ મને સુખ વગર જીવવાની,
મારા ઘરનાં દરવાજા ખખડાવે છે રોજ બધાં સુખ વારાફરતી....

=સોનાનો હાર,હીરા જડીત કંગન, સુંદર મોહનમાળ ,
બધી ભેટોની વચ્ચે પ્રેમને શોધ્યો પણ એ ક્યાંય ન હતો....

=સ્મૃતિમાં સ્મિત વહ્યું તારું ખળખળ ઝરણાં સમ,
મન મોરલા સંગ જાણે નૃત્ય કરી રહ્યું....
કલશોર સંભળાયો સ્પંદનોનાં રણઝણનો,
વિરહની જ્યોત જ્યારે પ્રજ્વલિત થઇ હતી......

પ્રેરણા પીયૂષ...........
મતભેદને મનભેદ થવાની તક ન આપશો,
મતમાં તબદીલી શક્ય છે પણ મન ટૂટ્યા પછી સંધાય તો ય તિરાડ રહી જાય છે.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ