Monday, July 28, 2008

સ્પર્શને વાચા ફૂટે છે,...

આયનો શોધે છે એક ચેહરો,
ચેહરો શોધે છે એક સ્મિત,
સ્મિત શોધે છે એક કારણ,
એ કારણ મને તારામાં દેખાય છે......

તું જ્યારે આવે છે
હવાની રંગત બદલાઇ જાય છે...
હવામાં એક રંગ રેલાતો દેખાય છે...
અને ફૂલોમાં સુગંધ સંભળાય છે....

સ્પર્શને વાચા ફૂટે છે,
આંખોથી તારું સ્મિત સંભળાય છે,
તું હજીય આવી પણ નથી,
અને આ આયનામાં તારો જ ચહેરો દેખાય છે.....

આમ જ સામસામે બેસીએ,
મૌનની ભાષા ઉકેલીએ,
આંખોની ભાષાને સાંભળીયે,
સ્વપ્નોની માળા પરોવતા પાછા જુદા પડીએ....

એક વાયદો કરીને,
કાલે ફરી પાછા મળવાનો.......

પ્રેરણા પીયૂષ...
મારી પ્રગતિના સાચા રાહબર મારા આલોચકો જ રહ્યા છે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ