Monday, July 14, 2008

ઝીલી લેવું છે એક વાદળ,......

ખોબલામાં ઝીલી લેવું છે એક વાદળ,
એને આયનો બનાવી લઉં,
મારો ચહેરો એમાં જોઇને,
સહેજ મોં મલકાવી લઉં.....

વાદળની સંગે આવેલ છે જે,
એ સમીરને પણ વધાવી લઉં,
એનાં ઓવારણા લઇને આજે,
મારી ચૂનર એની સંગે ઉડાવી લઉં....

નૃત્ય આ મોરલાનું નિહાળ્યા કરું,
એનો ઢેલને બોલાવતો સાદ સાંભળી,
પલકોના પડદા ઢાળી આંખો પર,
હું પણ થોડું શરમાઇ લઉં.....

જીવનનો ધબકાર જીવંત બની,
મન મૂકીને જ્યારે નાચી રહે છે,
સ્મૃતિમાં ઉગેલા તમારા ચેહરા પર,
આવેલા સ્મિતનો સ્મિતથી જવાબ આપી દઉં........

પ્રેરણા પીયૂષ.......

સફળતાનું સ્વપ્ન સાર્થક કરવું તમારા હાથમાં જ છે....
મજબૂત મનોબળ અને તમારા હાથ નું સામર્થ્ય તેનું હથિયાર છે.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ