Thursday, July 10, 2008

એ ગીતનું સ્મરણ થઇ જાશે.......

ખુશીઓ એટલી બધી ન આપો,
આ દામન એનાથી છલકાઇ જાશે,
જો નજર લાગી જશે કોઇની તો,
હોઠ ભલે હસતા રહે,આંખો આંસુથી ઉભરાઇ જશે....

છબી આ જોઇને અમારી,
કોઇ અમને પાગલ કહી જશે,
કોઇ પ્રેમમાં મજનુ સમજશે તો,
કોઇ દિવાનો કહીને બોલાવશે.....

અમને અમારા હાલ પર છોડી દો હવે,
ઝાડનાં છાંયે બેસું તો વિસામો થઇ જાશે,
ક્યાંક આ આંખ બે ઘડી બંધ થશે તો,
તમારી સંગ ગાયેલા એ ગીતનું સ્મરણ થઇ જાશે.......

થોડા ઝરમર વરસાદે જ્યારે નાહ્યા હતા,
થોડાં પ્રેમના પ્રવાહમાં તણાયા હતા,
હર રુપે તમે અમને ખૂબસુરત જ લાગ્યા હતા,
આ રુપ તમારું જોઇ અમે તમારા દિવાના થયા હતા........

પ્રેરણા પીયૂષ.....
જ્યારે પોતાના લોકો ઝખમ આપે છે,
એ પીડા અસહ્ય હોવા છતાં ય આંખ રડી નથી શકતી...........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ