Friday, July 4, 2008

એનો મૂંગો સ્વીકાર છે........

સ્મિતની ભાષા સહજ છે,
સમજાય છે વાત મલકવાની,
આનંદનું સંવેદન છે,
એક પરિતૃપ્તિનું અનુમોદન છે.....

હોઠને સહેજ પહોળા થવાની જહેમત છે,
આંખોમાં અંકાઇ જવાની તાકાત છે,
મુરઝાઇ ગયેલી હિંમતને આહ્વાન છે,
જીંદગીને બે ઘડી ધબકી જવાનું આમંત્રણ છે....

કોઇકના દિલમાં ડોકિયું કરવું છે???
સ્મિત એનું સર્વપ્રથમ સોપાન છે..
તમારો ચેહરો અંકિત છે સ્મૃતિમાં,
એનો મૂંગો સ્વીકાર છે........

પ્રેરણા પીયૂષ.....

ઉપર જવા માટે એક એક પાયદાન ચડીને જાવ,
મોડું થશે પણ નિષ્ફળતા નહીં મળે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ