Sunday, June 22, 2008

દામિની...!!

એની આંખોમાં દામિની શી ચમક,
એના હોઠો પર નિર્મળ ઝરણ હાસ્યનું,
એના પગમાં મૃગલી આવી સંતાઇ ગઇ છે,
એની હથેળીમાં જીવનનો ધબકાર છે....

આંખોમાં આંજેલું છે સ્વપ્નનું કાજળ,
સ્વપ્ન લાવે છે એના હોઠો પર સ્મિત,
હથેળી સળવળે છે એને પૂરું કરવાં,
એના સ્વપ્ન એના પગમાં નર્તન પૂરે છે....

ના...ના...આ કોઇ પ્રિયતમાની વાત નથી...
આ તો શબ્દાંકન છે એક નિર્દોષ બાળપણનું..
વસે છે,રમે છે, ધબકે છે, નાચે છે,
ગાય છે અને જીવનસંગીત ધબકે છે.....

પ્રેરણા પીયૂષ....

પ્રગતિનાં પંથે જતા હો ત્યારે દુશ્મનો કરતાં દંભી દોસ્તોથી સાવચેત રહેવું વધારે જરુરી છે.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ