આત્માનું ઓજસ છે એ...
ઓજસનું બૂંદ વ્યાપ્ત છે જીવનમાં..
એ અહેસાસ છે એક સંવેદન છે સુંવાળું,
એને ઓળખું છું પ્રેમનાં નામે....
શ્વાસે શ્વાસે ઘોળાયેલ છે ઓળખો એને,
તમારા ભીતરમાં ભંડારેલો છે માણો એને,
આંખોને બંધ કરીને નીરખી લો,
પાંપણની પછીતે પૂરાયેલો છે એ.....
હા...
મને પ્રેમ થયો છે...
મને પ્રેમ છે જીવનથી, એની હર ક્ષણથી,
મને મળતાં જાણ્યા-અજાણ્યા તમામ ચહેરાઓથી,
આ જમીનથી- આ આસમાનથી,
આ સૂરજથી-ચાંદથી-તારાઓથી,
આ ફૂલથી,ભ્રમરથી,પતંગિયાથી,
જેની સુગંધ ઘોળાયેલી રહે છે હરદમ શ્વાસમાં,
આ વૃક્ષ-આ ડાળી-આ મંજરી-આ ફળ,
બેઠેલા પક્ષીઓનો કલરવ ગૂંજે કાનમાં હર પળ...
પ્રેમ ડોકાય છે-સ્મિતમાં,પ્રેમ સંતાય છે અશ્રુનાં પડળમાં,
પ્રેમ હોય છે એક ચાહતમાં -નફરતમાં,
મારા માટે એ કોઇ ચહેરો નથી,
એ તો છે એક દૈવી અનુભૂતિ,
એય...પ્રેમ....
ચાહું છું આ જીવનને કેમકે હું તેને પ્રેમ કરું છું....
ઓજસનું બૂંદ વ્યાપ્ત છે જીવનમાં..
એ અહેસાસ છે એક સંવેદન છે સુંવાળું,
એને ઓળખું છું પ્રેમનાં નામે....
શ્વાસે શ્વાસે ઘોળાયેલ છે ઓળખો એને,
તમારા ભીતરમાં ભંડારેલો છે માણો એને,
આંખોને બંધ કરીને નીરખી લો,
પાંપણની પછીતે પૂરાયેલો છે એ.....
હા...
મને પ્રેમ થયો છે...
મને પ્રેમ છે જીવનથી, એની હર ક્ષણથી,
મને મળતાં જાણ્યા-અજાણ્યા તમામ ચહેરાઓથી,
આ જમીનથી- આ આસમાનથી,
આ સૂરજથી-ચાંદથી-તારાઓથી,
આ ફૂલથી,ભ્રમરથી,પતંગિયાથી,
જેની સુગંધ ઘોળાયેલી રહે છે હરદમ શ્વાસમાં,
આ વૃક્ષ-આ ડાળી-આ મંજરી-આ ફળ,
બેઠેલા પક્ષીઓનો કલરવ ગૂંજે કાનમાં હર પળ...
પ્રેમ ડોકાય છે-સ્મિતમાં,પ્રેમ સંતાય છે અશ્રુનાં પડળમાં,
પ્રેમ હોય છે એક ચાહતમાં -નફરતમાં,
મારા માટે એ કોઇ ચહેરો નથી,
એ તો છે એક દૈવી અનુભૂતિ,
એય...પ્રેમ....
ચાહું છું આ જીવનને કેમકે હું તેને પ્રેમ કરું છું....
No comments:
Post a Comment