Wednesday, June 18, 2008

સંતાકૂકડી

સૂરજ તારી પ્રતીક્ષા રહે છે મને,
આજકલ અહર્નિશ..
શીતળ સમીર સાથે તું..
કાળું વાદળ લાવે છે....

સૂરજ પણ તારા આગોશમાં
શીતળતાને પામે છે...
પણ તોય મને તારી છે પ્રતીક્ષા,
કિરણ બનીને ફરી ક્યારે આવે છે....

ફૂલને ઉગવું છે,ભમરાને ગુંજવું છે,
કોયલને ગાવું છે,
પવન સંગાથે પર્ણને નાચવું છે,
તું જલ્દી કિરણ બનીને આવ રે.....

સંતાકૂકડી હવે બહુ થઇ,
હવે તો પકડાઇ જાને રે...
મારી આંખોમાં ભરી નિદ્રા શીતળ પવને,
એને હવે જરા ઉડાડને....!!!!

પ્રેરણા પીયૂષ....

તમારી જાતને એટલી બધી ગૂંચવી ન દો કે પછી તમે જ તમારી જીંદગીને ઓળખી ન શકો .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ