Tuesday, June 10, 2008

કદાચ....!!!

કદાચ....
આ સ્ટેશન પર ઉતરીને હું...
પેલા જૂના ઘરવાળા મહોલ્લામાં
કેમ જવા ઇચ્છું છું??

યાદોને મન ભરીને વાગોળવી છે,
બચપણનાં ચિત્રો પર લાગેલી
સ્મૃતિપટ પર, જામી ગયેલી
બધી ધૂળ ખંખેરવી છે......

આંગણામાં બોરસલ્લીનાં ઝાડ નીચે,
સંતાડી દીધાં હતાં તારા પાંચીકા,
લાવને એને જરા ખોદી કાઢું,
કેમકે એમાં તારો સ્પર્શ સચવાયેલો હશે !!!!

પછીતની પેલી જાળીમાંહેથી,
તું મને ચૂપચાપ નીરખતી હતી,
એની ખબર મને પડતી હતી,
તારી નજરનો સ્પર્શ એ ધરતીમાં હજીય તાજો હશે .....

ના, નથી જાવું મારે ત્યાં...
કદાચ બધું બદલાઇ ગયું હશે તો ??
આ સ્મૃતિનાં કંકણ નંદવાઇ જશે તો ??
હવે ભીની થયેલી આંખ ક્યાંક કોઇ જોઇ જશે તો ????

પ્રેરણા પીયૂષ....

તમારા સવાલોનાં તમામ જવાબ તમારા મન પાસે છે જ !!!
બહાર નહીં તેને મનની ભીતરમાં શોધો...સાચો જ જવાબ મળશે...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ