Sunday, June 8, 2008

આવ રે વરસાદ....!!!

૧.સાગરને નહાવાનું મન થયું જ્યારે,
થોડા બિંદુ વાદળને એણે આપ્યા ઉધારે,
કાળું કાજળનું ટપકું એના સ્પર્શે રેલાઇ ગયું,
વરસતા વરસાદમાં એની લહેરો નાચે તાલે તાલે...

૨.મોરને નૃત્યનું બહાનું જોઇતું હતું,
સૂર્યને પણ સતરંગી પ્રતિબિંબ જોવું'તું,
ચાતકને તૃષા હતી,છીપમાં એક બિંદુને મોતી થાવું'તું,
આવી જા વાદળ વરસી જા....
હું ધરતી! ખોબો ધરીને ઊભી છું આજે,
તપતા મારા આ પાલવમાં વર્ષા ઝીલી મહેકવાને.....

પ્રેરણા પીયૂષ...

ધીરજની પ્રેરણા આપણે આ ધીકી રહેલી ધરા પાસે થી લેશું,

વરસાદને આવવું જ પડશે ભલે એ આજે પ્રતીક્ષા કરાવે.......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ