જીંદગી એક શબ્દ મળ્યો મને,
અર્થ એનો શબ્દકોશમાં શોધું છું.
શબ્દકોશમાં મને મળ્યા સમાનાર્થી શબ્દ,
જીંદગી શું છે સમજી ન શકાયું...
એક નવજાત શીશુને ,
કોખમાં તેડીને જતી માતા,
પાછળ જોતું જોતું અનાયાસે એ શીશુ,
હસી ઉઠ્યું જ્યારે અમારી નજર મળી ત્યારે....
બે દાંત ઉગ્યા હતા બોખલા મોંમાં,
આંખો વિસ્મિત હતી !!
ખળખળતા એ બોખલા હાસ્યમાં,
જીંદગીનો અર્થ અનાયાસે મળી ગયો....
પ્રેરણા પીયૂષ...
મન પર ભાર વધી જાય ત્યારે અહમ છોડી એકાંત માં થોડું રડી લેવું..
મન હળવુંફૂલ થઇ જશે...અને જીંદગી બોજારુપ નહીં લાગે....
No comments:
Post a Comment