Monday, June 2, 2008

સૂરજનું લાલ મોતી ,.......

ક્ષિતિજને નિહાળ્યા કરું હું પ્રભાતે,
સૂરજનું લાલ મોતી ,
હળવેકથી ઊંચકી લઉં છું...
ઉછાળું છું આકાશમાં એને ઊંચે,
એ મોતી વધુ દેદિપ્યમાન બને છે....
ગુરુત્વ આકર્ષણનો નિયમ ખોટો પાડતું..
એ નિરંતર ઊંચે જ જાય છે...
અને પછી ક્ષિતિજને બીજે પાર
લાલ ઓઢણી ઓઢી
આવેલી સંધ્યારાણીના...
રથની પાછળ...
તારાઓની સાથ સંતાકૂકડી રમતો
સંતાઇ જાય છે નિશાએ...

પ્રેરણા પિયૂષ.....

આપણને સ્મિતની સાચી કિંમત સમજાવે છે અશ્રુઓ....
દુ:ખ વગર સુખની સાચી કિંમત સમજવી મુશ્કેલ છે...........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ