Tuesday, May 27, 2008

વર્ષાની એક બૂંદ...

સાગર પાસેથી મેં બિંદુ ચોર્યા,
બિંદુનું મેં વાદળ બનાવ્યું..

પવનને બોલાવ્યો મારી પાસે,
એના રથ પર સવાર થવાને..

દૂર દેશ મારે જોવા રે હવે,
ઊડવું છે પવનને સથવારે...

સૂરજ પણ મને સ્પર્શી ગયો,
એનો પ્રેમ મેઘધનુષ્ય બની ગયો...

સાત રંગની ચૂંદડી ઓઢી છે,
પ્રતિબિંબ મારું ક્યાં નીરખું??

ધરતી સમાવી લે હવે મને,
તારી આગોશમાં આવવું છે મારે...


હું કોણ છું ઓળખાણ પડી??
એ જ વાદળોમાં વસતું વર્ષાનું એક બૂંદ .....

પ્રેરણા પીયૂષ.....

આશા અમર છે પણ આશા સાથે સચોટ દિશામાં કર્મનો સાથ પણ જરુરી છે...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ