તળાવનાં કાંઠે બેસીને,
પેલી બતકને તરતી જોવાની મજા !!
શાંત બની સપાટી પર વહી જતી સ ર.. ર.. ર..
પાણી માંહે તો પ્રલય મચાવે એના પગ...
અચાનક સુડોળ ગરદન ઝુકાવીને,
હળવેકથી બહાર પગલી માંડવી એની...
કમળ પત્રની લીલી જાજમ,વચ્ચે કમળનું એ ખીલવું...
પાણીના એ અરીસામાંઢળતા સૂરજની છબી દેખાતી હતી...
દૂર ઉડતી ધૂળનો કેસરીયો રંગ હતો,
ગાયોના વાછરડાને મળવાનો અભિસાર હતો,
સાંજની આરતીની રણઝણતી ઝાલર વાગતી...
એ અદ્ભુત હતી, કેમ કે એ વતનની સાંજ હતી....
પ્રેરણા પીયૂષ...
ક્યારેક મૌન રહેવું પણ આશીર્વાદ રુપ બની જાય છે, ખાસ કરીને જ્યારે ખૂબ ક્રોધ આવે છે ત્યારે...
No comments:
Post a Comment