Monday, May 19, 2008

પ્રીતના પાલવડે...!!

પ્રીતના પાલવડે ટાંકવા હતા,
પ્રેમનાં સાચાં મોતીડાં,
એંધાણી જોતી હતી એની,
પરદેશ ગયેલા મારા પિયુની...

પિયુના આગમને પહેરીશ,
નવરંગ ભાતીગળ પટોળું,
સજાવીશ નવરંગ બિંદી લલાટે,
એક નાનો શો આઘેરો ઘૂંઘટડો તાણી....

કેવી હશે એ પળો??
જ્યારે આંખ્યું થી આંખ્યું ,
કરશે દિલની વાત્યું??!!
અને હથેળીથી રાત સરકી જશે.....

પ્રતીક્ષાની સઘળી પળો,
પલટાઇ ગઇ આ રાત એક યુગમાં,
આ યુગનાં વહાણાં શેં વીતશે??
કાલનો સૂરજ છો દેખાતો,

આ રાતલડી શેં વીતશે???


પ્રેરણા પીયૂષ...

હાસ્ય કુદરતની સૌથી સુંદર ભેટ છે.
માનવીના ગમે તેટલા કદરૂપા ચેહરાને પણ હંમેશા સૌંદર્ય જ બક્ષે છે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ