Saturday, May 17, 2008

પ્રતીક્ષાની જ્યોત...

૧.દિલ ધડકી જાય છે એના આવવાના અણસારે,

પગ થિરકી જાય છે એના સૂરને સથવારે ,

આંખો મારી આંજી દે છે કાજળ પ્રતીક્ષાનું..

ને તારા સ્વપ્ન જોતાં રાત વહી જાય છે.....!!!

૨.વ્યાકુળ નયને તારી પ્રતીક્ષામાં એક મજા છે..

સૂરજનાં સથવારે દિવાસ્વપ્નો જોવાની મજા છે..

બધા કહે છે અમે પ્રેમસાગરમાં ડૂબી ગયા છીએ..

પણ સાગરતળિયે તારી સંગે તરવાની પણ એક મજા છે......!!!

પ્રેરણા પીયૂષ..

સૂરજને થાક નથી, એને એક આગ છે...

જીવન આપવાની ,સમગ્ર સૃષ્ટિ ચલાવ્યાનો થાક નથી...

આપણે શું શીખીશું? આપણે વિચારવાનું છે...

કેમ કે જીવન આપણું છે....!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ