Thursday, May 15, 2008

કાગળની નાવ ..

નદીની લહેરોનાં એ નર્તન પર,

સવાર થઇને વહી એક કાગળની નાવ...

ન એને કિનારાની તલાશ !!

ન ડૂબવાનો ડર હતો...!!

લહેર પર થોડું નાચી લેવું..

એ જ તો એની ચાહત હતી...!!

વહેતા નીરના પ્રેમે કાગળને ભીંજવી દીધો!

કાગળ એ જાણે બની રહ્યો અધીર,

વહેતી લહેરને ચૂમી લેવા!!

નર્તન થંભ્યું, સ્તબ્ધ બન્યું સઘળું!!!!

એક પળ સ્થિર બની લહેર,

નાવના અસ્તિત્વને એણે ખુદમાં ઓગાળ્યું,

ખોળે લઇને એ ભીંજાયેલ નાવને ,

સાગરમિલનની વાટે ચાલી નીકળી...!!!!

પ્રેરણા પીયૂષ

વિરહની પળો પ્રેમની પારાશીશી છે , પ્રેમનું ઊંડાણ માપે છે અને ઘેરો રંગ પણ આપે છે.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ