Tuesday, May 13, 2008

સાહિલ પર...!!!

૧.ઘૂઘવતા સાગરમાં એક નૈયા જોઈ,

સાહિલને શોધતી હતી ,સાહિલ પર ઊભી ઊભી...

૨.લાંગરીને એ વહાણ યાદનું તમને શોધવા આવ્યું છે,

શોધવા તમને સાહિલ પર આવ્યો પણ તમે સઢ પાછળ સંતાઇ ગયા...

૩.એક લહેર આવીને ટકરાઇ ગઇ સાહિલ પર,

મોજું તારી યાદોનું પાછું સાગરમાં ફંગોળાઇ ગયું,

સ્પર્શી લીધો એ સાહિલને મુઠ્ઠીમાં ભીની રેત ભરી,

રેતીનાં એ ભીનાં કણેકણમાં મને ચહેરો તારો દેખાઇ ગયો.......

પ્રેરણા પીયૂષ....

તંદુરસ્ત રહેવાનો સહુથી સરળ ઉપાય આ રહ્યો......

એક જ સમયે સવારે જાગો, એક જ સમયે બપોરનું ભોજન લો, સાંજનું ભોજન લો, એક જ સમય સૂવા માટે નિશ્ચિત રાખો...

ભૂખ કરતાં બે કોળિયા ઓછું ભોજન લો.....

દવા અને ડોક્ટર પાસે જવાની જરૂર જવલ્લે જ પડશે...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ