Monday, May 5, 2008

પરીઓનો દેશ એ તો ..!!!

નર્તન કરતું હતું એક પર્ણ...

પવનની આછી લહેરો પર ,

જોઇ તેને કોયલને પણ ગાવાનું મન થયું,

પછી તો શું એક મોસમ આવી ગઇ..

નૃત્ય હતું,સૂર હતો ,તાલ હતો,

એક મદહોશી મન પર છવાઇ ગઇ,

અને ભર વૈશાખે જાણે,

મારા દિલમાં વસંત લહેરાઇ ગઇ...

સવારે ઓસની બૂંદો,

નિરંતર વસતી રહી ઝાકળરૂપે...

ઠંડી ઠંડી એ પથારી ખુલા ગગન તળે..

નિદ્રા મને હજુ રાત છે એમ ભરમાવી ગઇ..!!!

સપનામાં સરી રહી એક કાગળની નાવ સરરર..સરરર...

હું થઇ એના પર સવાર એક પરીઓનાં દેશમાં આવી ગઈ....!!!

પ્રેરણા પીયૂષ...

તમારા મનોબળની મજબૂતાઈ હશે તો તમને કોઈ પણ વિઘ્ન મંઝિલ સુધી પહોંચતા નહીં રોકી શકે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ