Saturday, May 3, 2008

ખ્યાલ હવે તારો જ...!!

૧.જલધિ અમાપની એક ઉછળતી લહેર,

આપી ગઇ એંધાણ તારા આગમનનું...

૨.શબ્દદેહ ધરીને કલ્પના એક,

કલમના માર્ગે રેલાવા માંડી,

એક ઝંકાર કરીને પાયલ તારી,

છબીમાં તારી સૂર રેલાવી ગઇ...

૩.સપનામાં જોયા હતાં તમને,

સન્મુખ જાણે કેમ લાગ્યા અજાણ?

પછી એક આછેરો સ્પર્શ પાલવનો,

તમારી ઓળખાણ આપી ગયો...

૪.કૈંક કેટલીય કલ્પનાઓને ચિતરી હતી મેં,

સવારે ચીતરેલી કલ્પના કેનવાસ પરથી જતી રહી,

શોધી રહી મારી નજર જેને અહર્નિશ,

દેહ ધરી સાક્ષાત એ મારી સન્મુખ હતી....

૫.વિસ્મૃતિની આ અવસ્થાએ પણ,

સ્મૃતિ મારી દગો દેતી નથી મને,

ઘડપણે ચિતરેલી રેખાવાળા ચહેરા પર,

હજીય એ પ્રેમની વસંતની લાલિમા ડોકાય છે.....

પ્રેરણા પીયૂષ...

જીંદગી પાસે માગ માગ ન કરો ...

તમારી જરૂરિયાતોનો ખ્યાલ સૃષ્ટિના પાલનકર્તાને હોય જ છે,

અને ક્યારે આપવું એ સમયનું પણ જ્ઞાન હોય છે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ