Sunday, April 27, 2008

યાદ આવી તારી બચપણ તો !!

ભીતરે ભીનાશ ઝાકળની,

સ્મૃતિને સથવારે સ્વની,

ભીતરથી છે ભીંજાયું,

આજે મારું મન..........

બાળપણના ભેરુની,

યાદ આવી સંતાકુકડી,

આંબાને ઝાડે ચઢી,તોડવા લીલાકાચ શા મરવા..

ને દોડી જવું એ દડબડ ,પડતાં આખડતાં..

એક હાંક સાંભળીને માળીની....

સતોળિયા કે પગથિયાં!

પાંચીકા કે લખોટીઓ,

આપણા એ હાથ ને મીઠો શો સાથ...

રીસાવું એક પળે તો બીજી પળે એ માની જવું...

ધોળાવાળવાળા એ દાદીમા !

રાતે ખાટલે ઊંધા પડીને ટોળે આંગણામાં!!!

સાંભળવી એ જાદુઈ પરીની -રાક્ષસની વાતો!!

પળમાં નીંદર આવીને શમણાં સજાવતી રાતો..!!!

ચાલ બચપણ તારલાંનાં સાથિયામાં...

સૌ ભેરુ સ્મૃતિમાં ટોળે વળી પાછા પાંચીકે રમીએ...!!!

આજનો સુવિચાર ....

તમારો સાચો પરિચય નિષ્ફળતા વખતે તમારું વર્તન અને પાછા પ્રયત્ન કરવાનાં અને ઝૂઝવાના ઝનૂનથી જ દુનિયાને થાય છે...

કેમકે સફળતાની મંઝિલ સુધી પહોંચવાની એ કસોટી છે..

1 comment:

Shivam Rathod said...

પ્રીતિજી,
તમારી આ રચના વાંચતાંજ ખરેખર બાળપણના દિવસો યાદ આવી ગયા.

એજ આંબા ની ડાળ, મરવા, લખોટીઓ, વડની વડવાઇયે જે ગાતા હતા એ હિંડોળા વિગેરે.

ખુબ સરસ પ્રીતિજી.

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ