Wednesday, April 30, 2008

યાદોની મોસમ...!!!

૧.આંખોમાં આંખો પરોવી બેસી રહ્યા,

અને રાત મૂઠીમાંથી રેતીશી સરી ગઈ,

મૌનની વાણીમાં સૂર એવા રે ગૂંજ્યા,

કે રાત અબોલ રહીને બધું કહી ગઈ......

૨.પ્રણયની રીત કોઈને પૂછી તો નથી!

હાલત આ દિલની કોઇને કહી પણ નથી !

પણ તારા વિચારોમાં જ્યારે હતો ગુમ...!!

લોકોએ મને દિવાનો ગણાવી દીધો..!!!

૩.સમી સાંજને સથવારે પ્રતીક્ષાનાં જામ પીધાનું યાદ,

આપનાં સંગને સથવારે, યાદોથી દિલ ભરી દીધાનું યાદ,

વાગોળતાં હતાં સપનાંને,જે સંગાથે જોયાં હતાં..

આજે યાદોનાં ખંડેરમાં અટૂલા મને, હજીય તાજી એ સપનાની યાદ..!!!

૪.જવનિકા તમારા નયનોની જરા ખૂલવા તો દો..

અગાધ સાગરને શાને છૂપાવો છો? ક્ષણભર તો મને ડૂબવા દો..!!!

૫.આ પાનખર પણ મને અદ્બૂત ભાવી ગઈ,

સૂકી ડાળી પર પણ તારી યાદોની વસંત આવી ગઈ....

પ્રેરણા પિયુષ....

જગતને જાણવા પહેલાં જરૂરી છે પહેલાં આપણે સ્વનો પરિચય કરી લઇએ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ