Thursday, April 24, 2008

....તું જ !!! બસ !!

સિતારનાં તાર છેડ્યાં ,

તંગ તારમાં સૂર રેડ્યાં,

નયન તમારાં ચૂઈ પડ્યાં,

જાણે મેઘ અનરાધાર વરસી પડ્યાં...

વિષાદનાં સૂર તો એ હતાં નહીં,

વિરહવ્યથા રેલાતી નહોતી,

ગમગીનીનાં સરનામાં પણ નહોતા,

પણ આંખના શ્રાવણ સમજાણા નહીં...

જેને બે પળની રાહ સમજ્યા હતાં,

એ પુલને પસાર કરતાં યુગ વીત્યાં,

ચેહરા પર સમય રેખાનાં ચિત્ર દોર્યા,

વિરહી યુવા હૈયા જીવન સંધ્યાએ મળ્યા....

અર્થ શોધ્યો જીંદગીનો ...તું જ,

રાહ ઢૂંઢી જીવવાની......તું જ,

ઓળખાણ શોધી સ્વ ની...તું જ,

વિરહની એ સઘળી પળોમાં શ્વાસ બની....તું જ!!!!

આજનો સુવિચાર ....

જીંદગીને વર્ષોમાં વિચારો ભલે , જીવો તો પળ પળને જ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ