Tuesday, April 22, 2008

કાજળનાં રંગને..........

૧.થાકેલી આંખોથી રેલાઈ રહેલ કાજળનાં રંગને,

રાત પોતાની આંગળીથી લૂછી વધારે ઘેરી બની....

૨.પ્રેમની પરાકાષ્ઠાની એ પળ કઇંક આ હતી,

તમારાં નયનમાં મારાં સ્વપ્ન સૂતેલા દેખાયા....

૩.હાથની રેખાઓમાં તકદીર મારી શોધી રહ્યો'તો,

નજર ઉઠાવીને જોયું તો તમે સામે જ ઊભા હતા....

૪.ચૂડીનો તૂટેલો કાચ એક, નિશાની આખરી છે મારી પાસે,

પત્ર લખવાને તમને એ મારા લહુની સ્યાહી આપી જાય છે.....

૫.તને પ્રેમપત્ર લખવા બેઠી છું,

કાગળ તો કોરો જ રહી ગયો,

છતાંય સ્યાહી કેવી રીતે ખૂટી ગઈ?

જે લખી ન શકાયું એ તારી આંખોમાં વંચાય છે.....

આજનો સુવિચાર

મારા હાથમાં મારી આજ છે,

કાલની ભૂલ સુધારવાની તક અને આવતીકાલ સુધારવાની કેડી સમી....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ