Friday, April 18, 2008

શબ્દ-સૂર !!!

મારા શબ્દો તો છે વહેતું પહાડી ઝરણું,

ખળખળ કલકલ નિતાંત વહ્યાં કરતું,

એનાં નીકળતાં સૂર ,

મારી એક કવિતા છે....

બંધન મને ગમે છે!

મારા બંને કિનારાનું જ ...

છંદ-અનુપ્રાસ પ્રાસ નાં

બંધન મને માન્ય નથી...

હું તો છું મારી લાગણીની,

અભિવ્યક્તિનો આયનો...

જ્યા વહી જતી પળોનું,

હું પ્રતિબિંબ નીરખી રહી....

મારી લાગણી ભીંજવતી જ્યારે મને ,

અને કલમે વહેતી એક કવિતા!!

શું કહું તને ,શું નામ તારું?

તને તો કહીશ હું શબ્દ-સૂર !!!!
શબ્દ-સૂર !!!

આજનો સુવિચાર

જીંદગી માણસને એવા રુપે જ મળે છે જે સ્વરુપે તે એને જોવા માંગતો હોય છે ..નકારાત્મક વિચારો સાથે અને શંકિત નજરે જોશો તો તમે તેને કેવી રીતે સકારાત્મક રીતે પામી શકો ? તમારા સુખની ચાવી તમારા હાથમાં જ છે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ