ગોફણેથી ફંગોળાયેલો એક વિચાર
તારી બારી પર જઈને બેઠો છે ...
તારું ઘર છે બસ તું નથી ,
તારા શબ્દોને તારો અવાજ નથી ,
તારા પગને તારી ગતિ નથી ...
હસતી રમતી હરતી ફરતી
તું તસ્વીર બનીને ટીંગાઈ ગયી છે ...
કાચ પર એક તિરાડ છે ...
હા ..હા ....હા ...
મેં જ ફંગોળી દીધી હતી જોરથી ઘા કરીને ,
તું મારા જન્મદિવસે જતી રહી હતી ,
મારા કહેવા પર પણ ઉપરવટ થઈને ,
તું ગઈ ને તને મેં કાઢી મૂકી દિલમાંથી ...
એ ભ્રમણામાં તસ્વીર તોડી નાખી મેં ...
પણ એ ભ્રમ ભાંગી ગયો મારો ,
રીસાયેલો હું તારાથી ના માન્યો તે ના માન્યો ,
મારો ઘમંડ હતો ને અહંકાર કે અધિકાર ???
પણ તારી કંકોતરીએ ચૂર ચૂર હું ...
બસ યાદોની ગલીઓમાં ભટક્યા કરું છું અહીં તહીં ,
તારા પગલાને શોધતો ,
ઓટલે જઈને બેસીને
તારી બારી પર યાદો તાકું છું ગોફણે મુકીને .....
તારી બારી પર જઈને બેઠો છે ...
તારું ઘર છે બસ તું નથી ,
તારા શબ્દોને તારો અવાજ નથી ,
તારા પગને તારી ગતિ નથી ...
હસતી રમતી હરતી ફરતી
તું તસ્વીર બનીને ટીંગાઈ ગયી છે ...
કાચ પર એક તિરાડ છે ...
હા ..હા ....હા ...
મેં જ ફંગોળી દીધી હતી જોરથી ઘા કરીને ,
તું મારા જન્મદિવસે જતી રહી હતી ,
મારા કહેવા પર પણ ઉપરવટ થઈને ,
તું ગઈ ને તને મેં કાઢી મૂકી દિલમાંથી ...
એ ભ્રમણામાં તસ્વીર તોડી નાખી મેં ...
પણ એ ભ્રમ ભાંગી ગયો મારો ,
રીસાયેલો હું તારાથી ના માન્યો તે ના માન્યો ,
મારો ઘમંડ હતો ને અહંકાર કે અધિકાર ???
પણ તારી કંકોતરીએ ચૂર ચૂર હું ...
બસ યાદોની ગલીઓમાં ભટક્યા કરું છું અહીં તહીં ,
તારા પગલાને શોધતો ,
ઓટલે જઈને બેસીને
તારી બારી પર યાદો તાકું છું ગોફણે મુકીને .....
No comments:
Post a Comment