મને નથી આવડતું ખોટું ખોટું રડતા ,
હું તો તને રડતા જોઇને પણ હંસી પડું છું ...
તું ભલે ભૂલી ગયો છે મનના અવાજની વાતો મૂક ,
મને તો હજી પણ એને સાંભળવી ગમે છે ...
રેતી ના મેદાનમાં બાંધેલા ઘર ખોટા થોડા હતા ???
આપણા સપનાની ઈમારતો નો પાયો તો ત્યાં જ ને !!!
આજે સાંભળ્યું છે બહુ મોટા મકાન બાંધ્યા છે શહેરમાં ,
બસ એક ઘર બનાવવાની કળા શીખવી નથી કોઈએ .....
મકાનમાં હોય છે દીવાલો બારીઓ રાચરચીલું બહુ ,
ચાડી ખાતું બેસી રહે છે તારા ઐશ્વર્ય નું એકલું એકલું ...
બે માણસ નો કલશોર ,એનું હાસ્ય ,એનું રુદન ,
એનો પ્રેમ અને એનો ઝગડો ,એનું રીસાવું અને મનાવું ...
સંવેદનોનું સારું છે હજી બજાર નથી ભરાતું નથી ક્યાંય ,
નહિ તો આંસુઓ પણ હાટમાં વેચાતા હોત ....

No comments:
Post a Comment