ચાલોને હવે હું મારી સાથે ચાલી લઉં ,
સમયની લાકડી ઝાલી
ઉંમરની સડક પર મહાલી લઉં ,
જોઈ લઉં આજના બચપણ ને
અને મારી યાદો સાથે એને સરખાવી લઉં !!!
બહુ અમીર હતી હું અને હજી પણ છું જ ,
મારી પાસે સમય હતો અને હજી પણ છે જ ,
મારી પાસે એક મોટું ટોળું હતું ,
એમાં સગાં અને દોસ્તો હતા ,
એમાં પારકા અને થોડા પોતાના હતા ,
મારી પાસે વિશાળ પસંદગી ના વિકલ્પો હતા ,
મારામાં હું જીવતી હતી અને જીવંત પણ ....
મારી પાસે ઘણું બધું નહોતું ,
ના ટીવી ના કોમ્પ્યુટર ના મોબાઈલ ના બાઈક ,
ધૂળમાં રમતા જવું નિશાળે ,
હાથના વેઢે દાખલા ગણવા ,
આંક ગોખવા અને પલાખા લખવા ,
સાંજે લીમડા નીચે આંબલી પીપળી પણ હતી ...
હવે હું મારા જ ઘરમાં નઝર કેદ છું ,
નજર સામે ટીવીમાં ટાંગેલી દુનિયા છે ,
પણ પગમાં એક ઝંઝીર છું ...
મારા બેન્કબેલેન્સ માં સમય છે ,
અને લાખો રૂપિયા રાખતા ખાતા ના લોકોને
સમય કોઈ કાર્ડ પર મળતો નથી ,
કોઈ માણસનો સ્પર્શ મળતો નથી ,
ખિસ્સામાં દુનિયાને લઈને ફરવાના વહેમમાં ,
બસ ખુદ ને જ એ મળતો નથી ....
સમયની લાકડી ઝાલી
ઉંમરની સડક પર મહાલી લઉં ,
જોઈ લઉં આજના બચપણ ને
અને મારી યાદો સાથે એને સરખાવી લઉં !!!
બહુ અમીર હતી હું અને હજી પણ છું જ ,
મારી પાસે સમય હતો અને હજી પણ છે જ ,
મારી પાસે એક મોટું ટોળું હતું ,
એમાં સગાં અને દોસ્તો હતા ,
એમાં પારકા અને થોડા પોતાના હતા ,
મારી પાસે વિશાળ પસંદગી ના વિકલ્પો હતા ,
મારામાં હું જીવતી હતી અને જીવંત પણ ....
મારી પાસે ઘણું બધું નહોતું ,
ના ટીવી ના કોમ્પ્યુટર ના મોબાઈલ ના બાઈક ,
ધૂળમાં રમતા જવું નિશાળે ,
હાથના વેઢે દાખલા ગણવા ,
આંક ગોખવા અને પલાખા લખવા ,
સાંજે લીમડા નીચે આંબલી પીપળી પણ હતી ...
હવે હું મારા જ ઘરમાં નઝર કેદ છું ,
નજર સામે ટીવીમાં ટાંગેલી દુનિયા છે ,
પણ પગમાં એક ઝંઝીર છું ...
મારા બેન્કબેલેન્સ માં સમય છે ,
અને લાખો રૂપિયા રાખતા ખાતા ના લોકોને
સમય કોઈ કાર્ડ પર મળતો નથી ,
કોઈ માણસનો સ્પર્શ મળતો નથી ,
ખિસ્સામાં દુનિયાને લઈને ફરવાના વહેમમાં ,
બસ ખુદ ને જ એ મળતો નથી ....
No comments:
Post a Comment