Saturday, July 20, 2013

પ્રેમના હસ્તાક્ષર..

નીતરતી એક લટ કેશની ,
જાણે ચેહરા પર છવાઈ ગયું એક વાદળ ,
અને ટપકતા એ ટીપાઓ
ગઝલ લખતા ગયા તારા ગાલ પર ...
આંખો બંધ હતી ,
કાજળ વિહોણી હતી ,
લાગ્યું રેલાઈ ગયું હશે
જયારે મારા વિરહમાં મારી યાદ
તારી પાંપણના ઉંબર થી
બહાર આવી ગયી હશે ત્યારે ....
પણ ના ....
બસ વાદળને તારી ઝુલ્ફોમાં રમવાનું મન થયું ,
અને તેણે મારા ખયાલ
કાલે જે સ્વપ્નમાં આવ્યા હતા ,
તેને વર્ષાબુન્દ બની તારા ચેહરા પર લખી દીધા ...
એ મારા પ્રેમના હસ્તાક્ષર છે ,
મેઘદૂતે કરી આપ્યા છે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ